Monday, October 17, 2016

These Websites Give High Payments Per Hour For Online Survey

આ વેબસાઇટ્સ ચૂકવે છે સૌથી વધુ નાણાં, ઘેરબેઠા કલાક દીઠ કરો ધૂમ કમાણી.

જો તમે ઘેર બેઠા સારી એવી કમાણી કરવા માગતા હો તો કેટલીક વેબસાઇટ્સ તમને તક આપી રહી છે. તેના મારફત તમે સારી કમાણી કરી શકો છો.આ વેબસાઇટ્સ પર બહુ મોટું કામ કરવાનું હોતુ નથી, માત્ર સરવે કરવાનો હોય છે. તેના બદલે તમને કલાકના ભાવે પેમેન્ટ અપાય છે.આ માટે તમને કલાક દીઠ 500-600 રૂપિયા મળે છે. આ વેબસાઇટ્સ સરવે જ નહિ પરંતુ ગેમ રમવા તથા વીડિયો જોવા પર પણ તમને પૈસા મળે છે.

અમે અહીં એવી કેટલીક વેબસાઇટ્સ અંગે માહિતી આપી રહ્યા છીએ, જે કમાણીનો મોકો આપે છે.... 




ટોલુના

આ વેબસાઇટ અનેક કંપનીઓ માટે કામ કરે છે. આ વેબસાઇટ પર કોઇ પ્રોડક્ટ, સર્વિસ કે અન્ય ઇશ્યુ અંગે અભિપ્રાય જાણવા કહેવાય છે, તેની સામે વેબસાઇટ તમને રીવોર્ડ આપે છે. રીવોર્ડમાં ફ્રી પ્રોડક્ટસ, એમેઝોન વાઉચર્સ અને પ્રાઇઝ ડ્રો સામેલ છે.એક સરવે પર વેબસાઇટ 3-6 હજાર રૂપિયા આપે છે. 80,000 પોઇન્ટના 15 પાઉન્ડ (રૂ.1250) બરાબર હોય છે. એક સરવે પૂરો કરવામાં 15 મિનિટ લાગે છે.




સ્વૈગબક્સ 

સ્વૈગબક્સ ઇન્ટરનેટ પર લોકોમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આ વેબસાઇટ લોકોને માત્ર સરવે માટે જ ચૂકવણી કરે છે એવું નથી, પરંતુ પોતાની વેબસાઇટ પર ગેમ રમવા અને વીડિયો જોવા માટે પણ નાણાં આપે છે. આ વેબસાઇટ કેશ, વાઉચર અને પ્રાઇઝ મારફત રીવોર્ડ આપે છે. એક સરવે પૂરો કરો તો 10 મિનિટ લાગે છે. એક કલાકમાં 2.40 પાઉન્ડ (રૂ.200) કમાઇ શકાય છે.... 







ઇપ્સોસ   

આ વિશ્વની સૌથી મોટી રીસર્ચ વેબસાઇટ્સ પૈકીની એક છે. આ વેબસાઇટ એક સરવે માટે 1 પાઉન્ડ ચૂકવે છે.રીવોર્ડના રૂપમાં આ કંપની એમેઝોન વાઉચર્સ અને પાઇઝ ડ્રો આપે છે. આ વેબસાઇટટ દર સપ્તાહે સરવે મોકલે છે જેનો જવાબ ઇમેઇલ મારફત આપી શકાય છે.










વિવેટિક 

આ વેબસાઇટ પર માત્ર સરવેથી જ તમે નાણાં કમાઇ શકો છો એવું નથી. પરંતુ વેબસાઇટ કમાણીના બીજા વિકલ્પો પણ તમને આપે છે.આ વેબસાઇટ કેશ રીવોર્ડ ગ્રાહકોને આપે છે. એક સરવે માટે 2 પાઉન્ડ (રૂ.165) સુધી મળે છે. આ ઉપરાંત, આ વેબસાઇટ પર રીવ્યુ લખીને તથા ડેટા એન્ટ્રી કરીને પણ નાણા કમાઇ શકાય છે.









માય સરવે 

આ વેબસાઇટ હંમેશા નવા લોકોને પોતાના સરવે સાથે જોડવાની કોશિશ કરે છે. એક સરવે માટે વેબસાઇટ 100 પોઇન્ટ આપે છે.345 પોઇન્ટ બરાબર 3 પાઉન્ડ (રૂ.250) થાય છે. રીવોર્ડના રૂપમાં વેબસાઇટ પેમેન્ટ અને એમેઝોન વાઉચર આપે છે. એક સરવે પૂરો કરવામાં 15 મિનિટ લાગે છે. પ્રતિ કલાક 3-5 પાઉન્ડ (રૂ.250-400) કમાઇ શકાય છે.







વનપોલ 

આ વેબસાઇટ નાના અને ઝડપી સરવે માટે જાણીતી છે. આ વેબસાઇટ પર લગભગ દરેક ટોપિક પર સરવે થાય છે. આ સરવે મોટી બ્રાંડ માટે કરાય છે. એક સરવે માટે 10 પોઇન્ટ મળે છે અને 10 પોઇન્ટ એટલે 1 પાઉન્ડ બરાબર 83 રૂપિયા થાય છે. એક સરવે પૂરો કરવામાં આશરે 3 મિનિટ થાય છે.









સરવેબોડ્સ 

આ વેબસાઇટ પ્રોફાઇલ બનાવવા અને પ્રથમવાર સાઇન અપ કરવા માટે 3 પાઉન્ડ રીવોર્ડ આપે છે. સરવેબોડ્સ ટોચની કંપનીઓ માટે કામ કરે છે, જેઓ તમારો અભિપ્રાય જાણવા માગે છે. એક સરવે માટે વેબસાઇટ 3 પાઉન્ટ ચૂકવે છે. એક સરવે પૂરો કરવામાં આશરે 10 મિનિટ લાગે છે. જો તમે ત્રણ સરવે ખોટા કરો તો તમને પછી ચાન્સ નહિ મળે.








ધ ઓપિનિયન પેનલ કોમ્યુનિટી 

આ વેબસાઇટ સ્ટુડન્ટને સાઇન અપ કરવા માટે 10 પાઉન્ડ આપે છે. આ વેબસાઇટ મોટી બ્રાંડ અને યુનિવર્સિટીઝ માટે અનેક રસપ્રદ સરવે કરાવે છે. વેબસાઇટ દરેક સરવે માટે 1-2 પાઉન્ડ આપે છે. આ એક ટ્રસ્ટેડ વેબસાઇટ છે, જેના પર સરવેને પૂરો કરવામાં 10 મિનિટ લાગે છે. આ વેબસાઇટ મોબાઇલ માટે પણ અનુકૂળ છે. તેમાં મોબાઇલ મારફત પણ સરવે કરી શકાય છે.







વેલ્યુડ ઓપિનિયન 

આ વેબસાઇટ દર કલાકે 10 પાઉન્ડનું વાઉચર આપે છે. આ એક રીસર્ચ ગ્રુપ વેબસાઇટ છે. તે વ્યક્તિની પ્રોફાઇલ પ્રમાણે એવા સરવે મોકલે છે જે તેમની ભૌગોલિક અને અન્ય બાબતો સાથે સંકળાયેલો હોય છે. આ સરવે 15-30 મિનિટમાં પૂરો કરી શકાય છે. તેના મારફત તમે દર કલાકે 10 પાઉન્ટ (રૂ.862) કમાઇ શકો છો.








યૂગવ 

આ વેબસાઇટ એક સરવે માટે 50 પૈસા આપે છે. બીજી વેબસાઇટ્સથી અલગ આ વેબસાઇટ સોશ્યલ ઇશ્યૂઝને લગતી બાબતો પર વધારે સરવે કરાવે છે. તેમાં પોલિટિક્સ, પબ્લિક અફેર્સ અને કોમર્શિયલ પ્રોડક્ટ સાથે સંકળાયેલા મુદ્દા હોય છે.










Sunday, October 16, 2016

Buttermilk Can Give You Beautiful Skin And Hair Too

11 રૂપિયામાં મળતી આ વસ્તુથી કરો ડાઘ, ટેનિંગ, ખરતાં વાળની સમસ્યા દૂર




છાશ તમને ટેનિંગ, શુષ્ક ત્વચા અને ચહેરા પરના ખરાબ ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. Photo Credit

દહીંમાંથી બનતી છાશને તમે ચોક્કસથી દરરોજ પીતા જ હશો. ઘણીવાર છાશને તમે શાકમાં સ્વાદ ઉમેરવા પણ ઉપયોગ કર્યો હશે.

રસોડાંના મસાલા, દૂધ અને દહીંના બ્યુટી ફાયદાઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર 11 રૂપિયામાં મળતું છાશનું પેકેટ તમને ટેનિંગ, શુષ્ક ત્વચા અને ચહેરાના ડાઘથી રાહત અપાવે છે. સાથે જ તે તમારો રંગ પણ નિખારવામાં મદદ કરે છે, સાથે તે વાળને મજબૂત અને શાઇની પણ બનાવે છે. તો તમે પણ જાણો, છાશના બ્યુટી ફાયદાઓ વિશે.


ચહેરાની ગંદકીને કરશે દૂર
2 ચમચી છાશમાં બદામ તેલ અને ગુલાબજળની થોડી બૂંદો મિક્સ કરીને કોટનની મદદથી તમારાં ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. તેને બસ એમ જ રહેવા દો અને અડધા કલાક બાદ ધોઇ લો.




અઠવાડિયામાં બે વાર છાશ, બેસન અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો
3 ચમચી છાશ, 1 ચમચી બેસન અને તેમાં થોડી હળદર મિક્સ કરીને લગાવો. સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં 2 વાર આવું કરો. થોડાં દિવસોમાં જ તમારી ત્વચાના રંગમાં ફરક દેખાશે.


શુષ્ક સ્કિનને બનાવશે કોમળ
અઠવાડિયામાં એક વાર છાશ અને જવને લોટ મિક્સ કરીને તમારી સ્કિન પર યોગ્ય રીતે લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ ગરમ પાણીથી ધોઇ લો. તમે ઇચ્છો તો જવના લોટને બદલે મિલ્ક ક્રિમનો પણ ઉપયોગ કરી શકો છો.


વાળમાં લાવશે ચમક અને બનાવશે મજબૂત
એક કેળાંને મસળીને તેમાં 1 ચમચી મધ અને એક કપ છાશ મિક્સ કરીને તમારાં વાળ અને સ્કાલ્પ પર લગાવો. અંદાજિત 1 કલાક બાદ તેને ધોઇ લો. તમે ઇચ્છો તો છાશ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.


ટેનિંગની સમસ્યા થશે દૂર
એક ઇંડુ, 1 ચમચી મધ અને 3 ચમચી છાશ મિક્સ કરીને ટેનિંગવાળી જગ્યાએ મસાજ કરો. થોડી વાર આમ જ રહેવા દઇ તેને ધોઇ લો.


છાશ અને સંતરાના છાલનો પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો
ખીલના ડાઘ હોય કે વાગ્યાના નિશાન, છાશ દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં અસરદાર ગણાય છે. સંતરાના છાલના પાઉડરમાં યોગ્ય માત્રામાં છાશ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ તેને ધોઇ લો. થોડાં દિવસ સુધી દરરોજ આવું કરો.

Try Tulsi To Get Beautiful Skin And Hair Too

ચહેરાના ડાઘ કે ખરતાં વાળની સમસ્યા દૂર કરશે ઘરઆંગણે ઉગતો આ છોડ



બિમારીઓને દૂર રાખતી તુલસીના અનેક બ્યુટી ફાયદાઓ પણ છે

તુલસીની ચા તમે પીતા હશો, શરદી-ખાંસીની બિમારીઓમાં તુલસીના ઉકાળાએ પણ તમને રાહત આપી હશે. દરેકના ઘરઆંગણે ઉગતી તુલસી બિમારીઓ દૂર કરવા સિવાય તમારી બ્યુટી સમસ્યાઓમાં પણ એટલી જ અસરકારક છે. ખીલ, બ્લેકહેડ્સ અને ખરતાં વાળની સમસ્યાઓમાંથી રાહત અપાવવાની સાથે સાથે તુલસી તમને સુંદર અને બેદાગ સ્કિન પણ આપે છે. તુલસી એક મેડિકેટેડ છોડ છે. જેનાથી સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચાને પણ ફાયદો થાય છે. તો હવે, તુલસીના છોડથી બિમારીઓ જ નહીં, વાળ અને સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓને પણ કરો દૂર.


તમારી જરૂરીયાતના હિસાબે સમાન માત્રામાં આંબળા, તુસલીનું પેસ્ટ (થોડીવાર તુલસીના પાનને પલાળો, પીસીને અથવા બ્લેન્ડરમાં પીસીને તેની પેસ્ટ તૈયાર કરો) અને 1 ચમચી નારિયેળ મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. આવું અઠવાડિયામાં એકવાર કરો.



અમુક તુલસીના પાનની પેસ્ટ બનાવી લો અને તેમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15થી 20 મિનિટ બાદ તેને ધોઇ લો.


તુલસીના પાનની પેસ્ટ અને ટમાટરની પેસ્ટ મિક્સ કરીને ડાઘવાળી જગ્યાએ લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આવું અઠવાડિયામાં 2થી 3 વાર કરો.



તુલસીના પાનની પેસ્ટ અને દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં આવું 2 વાર કરો અને મેળવો ગ્લોઇંગ સ્કિન.


અઠવાડિયામાં બે વાર 9થી 10 તુલસી અને 5થી 7 લીમડાના પાનની પેસ્ટ બનાવી લો. તેમાં થોડો ચંદન પાઉડર અને ગુલાબજળ મિક્સ કરીને ખીલવાળી જગ્યાએ લગાવો. થોડીવાર બાદ તેને ધોઇ લો.


પલાળેલા તુલસીના પાનને અફેક્ટેડ એરિયા પર લગાવો. 5 મિનિટ બાદ ચહેરો ધોઇ લો. અમુક દિવસો સુધી દરરોજ આવું કરો.

All Photos: Shutterstock

5 Beauty Habbits You Should Practice Before Going To Bed

એક જ રાતમાં વાળ+ત્વચાની સમસ્યાઓ થશે ગાયબ, અજમાવો આ 5 ટિપ્સ


ભાગ-દોડવાળા જીવનમાં તમને ખૂબ જ ઓછો સમય મળે છે કે તમે સવારે-સવારે કોઇ બ્યુટી રૂટિન ફૉલો કરો. સવારે નહીં તો રાત્રે તમે થોડો સમય કાઢીને તમારી સ્કિનને યોગ્ય કૅર આપી શકો છો.

સ્ટડીઝ અનુસાર, જ્યારે તમે સૂવો છો ત્યારે આખો દિવસ સ્કિન અને વાળમાં થયેલા ડેમેજ રિપેર થાય છે. આ ડેમેજથી બચવા માટે તમે નાઇટ ક્રિમ્સ તો ઘણીવાર ઉપયોગ કરી હશે. પરંતુ કેટલીક ચીજો એવી છે જેને તમે નજરઅંદાજ નથી કરી શકતા. તો તમે પણ જાણો આ ટિપ્સ વિશે જેને રાત્રે તમે ફૉલો કરીને સવારે મેળવી શકો છો જેને આખી રાત ફૉલો કરીને સવારે મેળવી શકો છો આખા દિવસની સુંદરતા. 









મોઇશ્ચરાઇઝર છે જરૂરી 
સવારે ઉતાવળમાં તમે કદાચ મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલી જતા હશો. તમારી આ નાનકડી ભૂલ તમારી સ્કિનને ભારે પડી શકે છે. આ માટે રાત્રે સૂતા પહેલાં હાથ, પગ અને કોણી પર યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝર લગાવો. બોડીના આ હિસ્સાને સૌથી વધારે મોઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. આનાથી તમને ક્યારેય ડ્રાય સ્કિનની પરેશાની નહીં થાય.


હાથ, પગ અને કોણી પર યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરો



ફેસ માસ્ક 
સૂતા પહેલાં ફેસ માસ્ક? આ સાંભળીને થોડું અજીબ લાગશે પરંતુ તમારી સ્કિનને ઘૂળ-ગંદકી અને કોઇ પણ પ્રકારના ડેમેજથી બચાવવા માટે તે જરૂરી છે. સૂતા પહેલાં 1થી 2 ગ્રીન ટી બેગ્સને પાણીમાં ઉકાળી લો અને ઠંડું થયા બાદ પાણીમાં સમાન માત્રામાં બટાટાંનો રસ (રસ કાઢવા માટે બટાટાંને છીણીને ક્રશ કરી લો અને તેને એક પાતળા લિનેન કપડાંમાં ડૂબાડીને દબાવો) મેળવો. આનાથી તમને ક્લિયર ફેસ માસ્ક મળશે, જેને કોટન બોલથી તમારાં ચહેરા પર લગવો અને સવારે ધોઇ લો.


1-2 ગ્રીન ટી બેગ્સને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડું થયા બાદ આ પાણીમાં સમાન માત્રામાં બટાટાંનો રસ કોટન બોલથી તમારાં ચહેરા પર લગાવો, સવારે ધોઇ લો.



હોમમેડ કન્ડિશનર
સ્કિનની સાથે-સાથે તમારાં વાળને પણ દેખભાળની જરૂર પડે છે. જેમ કે, સવારે તમારી પાસે એટલો સમય નથી રહેતો કે કન્ડિશનર લગાવીને અમુક કલાક સુધી બેસી શકો. તેથી હેલ્ધી વાળ માટે સૂતા પહેલાં હેર માસ્કની મદદ લો. હેર માસ્ક માટે દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરીને તમારાં સ્કાલ્પ પર લગાવીને સૂઇ જાવ. સવારે ધોઇ લો, જો તમારાં વાળ લાંબા અને સાથે ડ્રાય હોય તો દૂધને બદલે મિલ્ક ક્રિમનો ઉપયોગ કરો. તમે ઇચ્છો તો કેળાં અને દહીંથી બનેલા હેર માસ્ક પણ ઉપયોગ કરી શકો છો. બંનેને મિક્સ કરીને તમારાં સ્કાલ્પ પર લગાવો. આનાથી તમને ડેન્ડ્રફથી છૂટકારો મળશે.


દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવીને સૂઇ જાવ. સવારે ધોઇ લો, કેળું અને દહીંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો




જો તમે સ્ટ્રેટ વાળને કર્લી લુક આપવા ઇચ્છો છો અને સવારે એટલો સમય નથી રહેતો કે કલાક સમય આપીને કર્લી લુક આપો, તો આ લુક રાત્રે તમે સરળતાથી મેળવી શકો છો. બસ સૂતા પહેલાં વાળને નાના નાના હિસ્સામાં વહેંચીને તેમાં 4-5 રેગ્યુલર બ્રેડ્સ બનાવો અથવા નાના નાના બન્સ લગાવીને બોબી પિન્સથી ફિક્સ કરી લો. સવારે જ્યારે તમે તેને ખોલશો તો તમારાં વાળ કોઇ પણ મહેનત વગર કર્લી બનશે.

કર્લી હેર જોઇએ છે? તો અજમાવો આ ટિપ્સ



સફેદ દાંત 
સવારે ઉતાવળમાં તમે દાંતની યોગ્ય દરકાર નથી કરી સકતા. જો તમે પણ મોતી જેવા સફેદ દાંત મેળવવા ઇચ્છો છો તો બસ સૂતા પહેલાં એક સરળ ટ્રિક અપનાવો. 1/4 ચમચી હળદર પાઉડર અને 1/8 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને ટૂથબ્રશથી દાંત સાફ કરો. તેને 2થી 3 મિનિટ સુધી દાંત પર એમ જ લગાવીને રાખો અને પછી ધોઇ લો. હળદરથી તમારાં દાંત પીળા નહીં પણ સાફ દેખાશે.


1/4 ચમચી હળદર પાઉડર અને 1/8 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી તમારાં દાંત સાફ કરો



Beauty Benefits Of Tea Tree Oil

ડ્રાય સ્કિન, ખીલ, ખરતા વાળ સહિત 7 સમસ્યાઓનો ઇલાજ છે આ એક તેલ


ટી ટ્રી ઓઇલ વિશે તમે ચોક્કસથી સાંભળ્યુ હશે! અનેક શેમ્પુ, ફેસ વૉશ, લોશનમાં આ જરૂરી ઇન્ગ્રિડિયન્ટ્સ તરીકે જોવા મળે છે.

આ તેલને તમને વાળ અને ત્વચાની અલગ અલગ સમસ્યાઓમાં ઉપયોગ કરી શકો છો. જેમ કે, ખીલ, ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરે આ તેલ તમારી અનેક પરેશાનીઓને ખતમ કરશે. તમારે બસ તમારાં નજીકના પ્રોવિઝન સ્ટોરમાં પહોંચી જવાનું છે અને આ તેલની બોટલ લઇ આવવાની છે. આ તેલને અલગ અલગ સમસ્યાઓમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ તેની માહિતી અહીં આપવામાં આવી છે. તો બસ, જાણો આ ફાયદા અને સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને કરો અલવિદા. 










Saturday, October 15, 2016

this chinese girls photos goes viral on internet

ચીનના ગામડાંની ગોરીઓને બનાવશે કાયલ, મોડેલ્સને ટક્કર આપતી સુંદરતા


ઈન્ટરનેશનલ ડેસ્કઃસામાન્ય રીતે ગામડાંની યુવતીનું નામ સાંભળીને નજર સમક્ષ એક સિમ્પલ અને કલ્ચરને રજૂ કરતી યુવતીઓનો ચિતાર આવે છે. પરંતુ ચીનના એક ગામમાં રહેતી યુવતીના સૌદર્ય સામે દુનિયાની કોઈપણ મોડલનું સુંદરતા ઝાંખી પડે છે. ચીનના ગામડાંમાં રહેતી યુવતીના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે આ યુવતી અંગેની વધુ માહિતી સામે આવી નથી.








China: Dangerous speed record on the mountain road

ચીનઃ જોખમી પહાડી રસ્તા પર સ્પીડનો રેકોર્ડ; 63 કિમી પ્રતિ કલાકની ઝડપ




બીજિંગઃ ઇટાલીના ટોપ રેસર ફેબિયો બારોને ચીનના સૌથી ખતરનાક પહાડી રસ્તા પર સૌથી વધુ ઝડપે કાર ચલાવવાનો નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે 11.3 કિ.મી.નું અંતર 10 મિનિટ 31 સેકન્ડમાં કાપ્યું. તેમની સરેરાશ ઝડપ 63 કિ.મી. રહી. આ દરમિયાન તેમણે 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે કાર લાવી. આ રસ્તામાં કુલ 99 જોખમી વળાંક છે. તેમાંથી કેટલાક તો 90 અંશના ખૂણે છે. ચીનના હુન્નાન તિઆનમોન પહાડ પર આવેલો આ રસ્તો બનાવતાં 8 વર્ષ લાગ્યા હતા.

કારનું વજન 90 કિલો ઘટાડ્યું
બારોને તેમની ફેરારી કારમાં કેટલાક ફેરફાર કર્યા હતા. કારની સ્ટીલ બૉડીને કાર્બન ફાઇબરમાં ફેરવી હતી. તેના કારણે કારનું વજન 90 કિલો જેટલું ઘટી ગયું.