આ 5 વાતોથી પારખો તમારા સંબંધો કેટલા સાચા છે અને કેટલા ખોટાં?
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક સંબંધ સમય અને સમર્પણ માંગે છે અને પ્રેમ-સંબંધો માટે તો આ સૌથી અગત્યની વસ્તુ છે. પ્રેમ સંબંધોને ખુશહાલ અને સુખદ બનાવી રાખવા માટે બંને પક્ષોએ એક સરખો પ્રયાસ કરવાની જરૂર હોય છે, પરંતુ આ પ્રયાસ ક્યારેય પણ ધરાર લાદેલા ન હોવા જોઈએ. પ્રયાસ કાયમ સ્વૈચ્છિક હોય તો જ સંબંધો લાંબા સમય સુધી યથાવત બન્યાં રહે છે.
કેટલીક વખત એવું પણ થાય છે કે જે સંબંધોને આપણે જીવનભરનો સાથ માની આગળ વધારતા હોઈએ અથવા શરૂ કરીએ છીએ તે અધવચ્ચે જ દગો આપી દે છે. એવામાં એ પારખવું ખૂબ જરૂરી છે કે તમારા સંબંધો કેટલા મજબૂત છે અને શું તે ઉંમરભરનો સાથ બની શકશે? આજે અમે તમને જણાવીશું કેટલીક એવી વાતો જેના આધાર પર તમે પોતાના સંબંધોને પારખી શકો છો, તો ચાલો જાણીએ કેવી રીતે...
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
1. જો તમને તમારા સંબંધમાં કંઈ પણ કહેવા અથવા કરવા માટે બે વખત વિચારવું પડી રહ્યું હોય તો સમજી લો કે આ સંબંધ તમારા માટે યોગ્ય નથી. જે સંબંધોમાં એટલી આઝાદી ન હોય કે તમે તમારી વાતને સ્પષ્ટપણે રાખી શકો, પોતાના વિચારો ખુલીને શેર કરી શકો અથવા તમારા મનથી કોઈ નિર્ણય લઈ શકો તો એવા સંબંધથી જુદા થઈ જવું જ બહેતર હોય છે.
2. જો તમે પોતાના પાર્ટનરને ભૂરપૂર સ્પેસ આપી રહ્યા છો અને તેઓ પણ તમને દરેક વાત માટે રોકતા-ટોકતા નથી તો આ એક કામયાબ અને સફળ સંબંધોની ઓળખ બની જાય છે. કોઈ પણ સંબંધમાં જરૂર કરતા વધુ રોક-ટોક અને સ્પેસ ન આપવું તે સંબંધ માટે જ ખતરનાક સાબિત થઈ શકે છે.
3. મતભેદ કે નાના-મોટા ઝઘડા તો દરેક સંબંધોમાં હોય જ છે. દરેક સંબંધોમાં નાના-મોટા વિવાદ થવા સામાન્ય વાત છે, પરંતુ અગત્યની વાત એ છે કે તમે તમારા ઝઘડાને કેવી રીતે ઉકેલો છો અને કેટલા જલ્દી ઉકેલો છો. સંબંધોમાં જો રિસામણાં-મનામણાં ન હોય તો તેમાં જીવંતતાનો અહેસાસ જ ન થાય.
4. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. કોઈ પણ સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જો તમને તમારા પાર્ટનર ઉપર વઇશ્વાસ નહીં હોય તો તે સંબંધ બહુ લાંબા સમય સુધી નહીં ટકી શકે. તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો. તેમની સાથે તમારા બધા સિક્રેટ્સ શેર કરી શકો છો તો તેનો અર્થ એવો નથી કે તમે એક હેલ્ધી રિલેશનશિપમાં છો. જો તમારા સંબંધમાં વિશ્વાસ નહીં હોય તો તે સંબંધ માત્ર નામનો જ રહેશે.
5. સંબંધોમાં જેટલી પ્રામાણિકતા હોય તે એટલા જ ગાઢ અને મજબૂત બને છે. સંબંધોમાં જેટલી વાસ્તવિકતા અને સત્યતા હશે તે એટલા જ દૂર સુધી ચાલશે અને એટલા જ મજબૂત બનશે. જે સંબંધો જૂઠ અને સ્વાર્થના આધારે બન્યાં હોય છે તેમના ઉંમર ખૂબ જ ઓછી હોય છે. આવા સંબંધો વધુ લાંબો સમય નથી ટકી શકતા.
No comments:
Post a Comment