Monday, October 17, 2016

These Websites Give High Payments Per Hour For Online Survey

આ વેબસાઇટ્સ ચૂકવે છે સૌથી વધુ નાણાં, ઘેરબેઠા કલાક દીઠ કરો ધૂમ કમાણી.

જો તમે ઘેર બેઠા સારી એવી કમાણી કરવા માગતા હો તો કેટલીક વેબસાઇટ્સ તમને તક આપી રહી છે. તેના મારફત તમે સારી કમાણી કરી શકો છો.આ વેબસાઇટ્સ પર બહુ મોટું કામ કરવાનું હોતુ નથી, માત્ર સરવે કરવાનો હોય છે. તેના બદલે તમને કલાકના ભાવે પેમેન્ટ અપાય છે.આ માટે તમને કલાક દીઠ 500-600 રૂપિયા મળે છે. આ વેબસાઇટ્સ સરવે જ નહિ પરંતુ ગેમ રમવા તથા વીડિયો જોવા પર પણ તમને પૈસા મળે છે.

અમે અહીં એવી કેટલીક વેબસાઇટ્સ અંગે માહિતી આપી રહ્યા છીએ, જે કમાણીનો મોકો આપે છે.... 




ટોલુના

આ વેબસાઇટ અનેક કંપનીઓ માટે કામ કરે છે. આ વેબસાઇટ પર કોઇ પ્રોડક્ટ, સર્વિસ કે અન્ય ઇશ્યુ અંગે અભિપ્રાય જાણવા કહેવાય છે, તેની સામે વેબસાઇટ તમને રીવોર્ડ આપે છે. રીવોર્ડમાં ફ્રી પ્રોડક્ટસ, એમેઝોન વાઉચર્સ અને પ્રાઇઝ ડ્રો સામેલ છે.એક સરવે પર વેબસાઇટ 3-6 હજાર રૂપિયા આપે છે. 80,000 પોઇન્ટના 15 પાઉન્ડ (રૂ.1250) બરાબર હોય છે. એક સરવે પૂરો કરવામાં 15 મિનિટ લાગે છે.




સ્વૈગબક્સ 

સ્વૈગબક્સ ઇન્ટરનેટ પર લોકોમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આ વેબસાઇટ લોકોને માત્ર સરવે માટે જ ચૂકવણી કરે છે એવું નથી, પરંતુ પોતાની વેબસાઇટ પર ગેમ રમવા અને વીડિયો જોવા માટે પણ નાણાં આપે છે. આ વેબસાઇટ કેશ, વાઉચર અને પ્રાઇઝ મારફત રીવોર્ડ આપે છે. એક સરવે પૂરો કરો તો 10 મિનિટ લાગે છે. એક કલાકમાં 2.40 પાઉન્ડ (રૂ.200) કમાઇ શકાય છે.... 







ઇપ્સોસ   

આ વિશ્વની સૌથી મોટી રીસર્ચ વેબસાઇટ્સ પૈકીની એક છે. આ વેબસાઇટ એક સરવે માટે 1 પાઉન્ડ ચૂકવે છે.રીવોર્ડના રૂપમાં આ કંપની એમેઝોન વાઉચર્સ અને પાઇઝ ડ્રો આપે છે. આ વેબસાઇટટ દર સપ્તાહે સરવે મોકલે છે જેનો જવાબ ઇમેઇલ મારફત આપી શકાય છે.










વિવેટિક 

આ વેબસાઇટ પર માત્ર સરવેથી જ તમે નાણાં કમાઇ શકો છો એવું નથી. પરંતુ વેબસાઇટ કમાણીના બીજા વિકલ્પો પણ તમને આપે છે.આ વેબસાઇટ કેશ રીવોર્ડ ગ્રાહકોને આપે છે. એક સરવે માટે 2 પાઉન્ડ (રૂ.165) સુધી મળે છે. આ ઉપરાંત, આ વેબસાઇટ પર રીવ્યુ લખીને તથા ડેટા એન્ટ્રી કરીને પણ નાણા કમાઇ શકાય છે.









માય સરવે 

આ વેબસાઇટ હંમેશા નવા લોકોને પોતાના સરવે સાથે જોડવાની કોશિશ કરે છે. એક સરવે માટે વેબસાઇટ 100 પોઇન્ટ આપે છે.345 પોઇન્ટ બરાબર 3 પાઉન્ડ (રૂ.250) થાય છે. રીવોર્ડના રૂપમાં વેબસાઇટ પેમેન્ટ અને એમેઝોન વાઉચર આપે છે. એક સરવે પૂરો કરવામાં 15 મિનિટ લાગે છે. પ્રતિ કલાક 3-5 પાઉન્ડ (રૂ.250-400) કમાઇ શકાય છે.







વનપોલ 

આ વેબસાઇટ નાના અને ઝડપી સરવે માટે જાણીતી છે. આ વેબસાઇટ પર લગભગ દરેક ટોપિક પર સરવે થાય છે. આ સરવે મોટી બ્રાંડ માટે કરાય છે. એક સરવે માટે 10 પોઇન્ટ મળે છે અને 10 પોઇન્ટ એટલે 1 પાઉન્ડ બરાબર 83 રૂપિયા થાય છે. એક સરવે પૂરો કરવામાં આશરે 3 મિનિટ થાય છે.









સરવેબોડ્સ 

આ વેબસાઇટ પ્રોફાઇલ બનાવવા અને પ્રથમવાર સાઇન અપ કરવા માટે 3 પાઉન્ડ રીવોર્ડ આપે છે. સરવેબોડ્સ ટોચની કંપનીઓ માટે કામ કરે છે, જેઓ તમારો અભિપ્રાય જાણવા માગે છે. એક સરવે માટે વેબસાઇટ 3 પાઉન્ટ ચૂકવે છે. એક સરવે પૂરો કરવામાં આશરે 10 મિનિટ લાગે છે. જો તમે ત્રણ સરવે ખોટા કરો તો તમને પછી ચાન્સ નહિ મળે.








ધ ઓપિનિયન પેનલ કોમ્યુનિટી 

આ વેબસાઇટ સ્ટુડન્ટને સાઇન અપ કરવા માટે 10 પાઉન્ડ આપે છે. આ વેબસાઇટ મોટી બ્રાંડ અને યુનિવર્સિટીઝ માટે અનેક રસપ્રદ સરવે કરાવે છે. વેબસાઇટ દરેક સરવે માટે 1-2 પાઉન્ડ આપે છે. આ એક ટ્રસ્ટેડ વેબસાઇટ છે, જેના પર સરવેને પૂરો કરવામાં 10 મિનિટ લાગે છે. આ વેબસાઇટ મોબાઇલ માટે પણ અનુકૂળ છે. તેમાં મોબાઇલ મારફત પણ સરવે કરી શકાય છે.







વેલ્યુડ ઓપિનિયન 

આ વેબસાઇટ દર કલાકે 10 પાઉન્ડનું વાઉચર આપે છે. આ એક રીસર્ચ ગ્રુપ વેબસાઇટ છે. તે વ્યક્તિની પ્રોફાઇલ પ્રમાણે એવા સરવે મોકલે છે જે તેમની ભૌગોલિક અને અન્ય બાબતો સાથે સંકળાયેલો હોય છે. આ સરવે 15-30 મિનિટમાં પૂરો કરી શકાય છે. તેના મારફત તમે દર કલાકે 10 પાઉન્ટ (રૂ.862) કમાઇ શકો છો.








યૂગવ 

આ વેબસાઇટ એક સરવે માટે 50 પૈસા આપે છે. બીજી વેબસાઇટ્સથી અલગ આ વેબસાઇટ સોશ્યલ ઇશ્યૂઝને લગતી બાબતો પર વધારે સરવે કરાવે છે. તેમાં પોલિટિક્સ, પબ્લિક અફેર્સ અને કોમર્શિયલ પ્રોડક્ટ સાથે સંકળાયેલા મુદ્દા હોય છે.










No comments:

Post a Comment