11 રૂપિયામાં મળતી આ વસ્તુથી કરો ડાઘ, ટેનિંગ, ખરતાં વાળની સમસ્યા દૂર
દહીંમાંથી બનતી છાશને તમે ચોક્કસથી દરરોજ પીતા જ હશો. ઘણીવાર છાશને તમે શાકમાં સ્વાદ ઉમેરવા પણ ઉપયોગ કર્યો હશે.
રસોડાંના મસાલા, દૂધ અને દહીંના બ્યુટી ફાયદાઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર 11 રૂપિયામાં મળતું છાશનું પેકેટ તમને ટેનિંગ, શુષ્ક ત્વચા અને ચહેરાના ડાઘથી રાહત અપાવે છે. સાથે જ તે તમારો રંગ પણ નિખારવામાં મદદ કરે છે, સાથે તે વાળને મજબૂત અને શાઇની પણ બનાવે છે. તો તમે પણ જાણો, છાશના બ્યુટી ફાયદાઓ વિશે.
2 ચમચી છાશમાં બદામ તેલ અને ગુલાબજળની થોડી બૂંદો મિક્સ કરીને કોટનની મદદથી તમારાં ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. તેને બસ એમ જ રહેવા દો અને અડધા કલાક બાદ ધોઇ લો.
3 ચમચી છાશ, 1 ચમચી બેસન અને તેમાં થોડી હળદર મિક્સ કરીને લગાવો. સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં 2 વાર આવું કરો. થોડાં દિવસોમાં જ તમારી ત્વચાના રંગમાં ફરક દેખાશે.
અઠવાડિયામાં એક વાર છાશ અને જવને લોટ મિક્સ કરીને તમારી સ્કિન પર યોગ્ય રીતે લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ ગરમ પાણીથી ધોઇ લો. તમે ઇચ્છો તો જવના લોટને બદલે મિલ્ક ક્રિમનો પણ ઉપયોગ કરી શકો છો.
એક કેળાંને મસળીને તેમાં 1 ચમચી મધ અને એક કપ છાશ મિક્સ કરીને તમારાં વાળ અને સ્કાલ્પ પર લગાવો. અંદાજિત 1 કલાક બાદ તેને ધોઇ લો. તમે ઇચ્છો તો છાશ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
એક ઇંડુ, 1 ચમચી મધ અને 3 ચમચી છાશ મિક્સ કરીને ટેનિંગવાળી જગ્યાએ મસાજ કરો. થોડી વાર આમ જ રહેવા દઇ તેને ધોઇ લો.
ખીલના ડાઘ હોય કે વાગ્યાના નિશાન, છાશ દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં અસરદાર ગણાય છે. સંતરાના છાલના પાઉડરમાં યોગ્ય માત્રામાં છાશ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ તેને ધોઇ લો. થોડાં દિવસ સુધી દરરોજ આવું કરો.
No comments:
Post a Comment