કેમ કાઢવામાં આવે છે તાજિયા? જાણો કિસ્સા-એ-કરબલાની અજાણી વાતો
ધર્મ ડેસ્ક : મોહર્રમ મુસ્લિમ કેલેન્ડરનો પહેલો મહિનો છે. આ પર્વ મૂળ ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે. સઉદી અરબમાં મક્કામાં કરબલાની ઘટનાની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે જેમાં અલ્લાહના દેવદૂત મોહમ્મદ સાહેબની પુત્રી ફાતિમાના બીજા પુત્ર ઇમામ હુસૈનને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા હતાં.
યાઝીદની સેના વિરૂધ્ધ યુદ્ધ લડતી સમયે ઇમામ હુસૈનના પિતા હઝરત અલીના સંપૂર્ણ પરિવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં અને મોહર્રમના દસમાં દિવસે ઇમામ હુસૈન પણ આ યુદ્ધમાં શહીદ થઇ ગયાં હતાં. મોહર્રમના દસમાં દિવસે જ મુસ્લિમ સંપ્રદાય દ્વારા તાજિયા કાઢવામાં આવે છે. લાકડું, વાંસ તથા રંગ-બેરંગી કાગળોથી સુસજ્જિત આ તાજિયા હજરત ઇમામ હુસૈનના મકબરાના પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે.
આ જુલૂસમાં ઇમામ હુસૈનની સેના બળનાં પ્રતીક સ્વરૂપ અનેક શસ્ત્રોની સાથે યુદ્ધની કળબાજી બતાવવામાં આવે છે. મોહર્રમના જુલૂસમાં લોકો ઇમામ હુસૈન પ્રત્યે પોતાની સંવેદના દર્શાવવા માટે શોકની ધૂન પણ વગાડે છે અને શોક ગીત(મર્શિયા) પણ ગાય છે. મુસ્લિમ સંપ્રદાયના લોકો શોકમાં વિલાપ કરે છે અને તેમની છાતી પીટે છે. આ પ્રકારે ઇમામ હુસૈનની શહાદતની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે.
માત્ર 8દિવસમાં જ વિખેરાઇ ગઈ હતીકરબલાની વસ્તીઃ-
કરબલાનું નામ સાંભળતા જ મન આપમેળે કુર્બાનીની ભાવનાની ભરાઇ જાય છે. જ્યારથી દુનિયાનું અસ્તિત્વ કાયમ થયું છે ત્યારથી લઇને અત્યાર સુધી ઘણી વસ્તિઓ બની અને ધણી વિખેરાઇ પણ ગઇ, પરંતુ કરબલાની વસ્તી વિશે એવું કહેવામાં આવે છે કે, આ વસ્તી માત્ર 8 દિવસમાં જ નાશ પામી હતી. 2 મોહર્રમ 61 હિજરીમાં કરબલામાં ઇમામ હુસૈનના કાફિલાને જ્યારે યાજીદી લશ્કરે ઘેરી લીધું તો હુસૈન સાહેબે તેમના સાથિઓથી ત્યાં જ ખેમ લગાવવાનું કહ્યું અને આ રીતે કરબલાની આ વસ્તી વસાઇ.
આ વસ્તીમાં ઇમામ હુસૈનની સાથે તેમનો આખો પરિવાર અને તેમના સંબંધીઓ રહેતા હતાં. વસ્તીની પાસે વહેતી ફુરાત નદીના પાણી પર પણ યાઝીદી લશ્કરે પહેરો લગાવી દીધો હતો. 7 મોહર્રમના દિવસે વસ્તીમાં જેટલું પાણી હતું તે ખાલી થઇ ગયું. 9 મોહર્રમના દિવસે યાઝીદી લશ્કરના કમાન્ડર ઇન્બ સાદે તેમના લશ્કરને હુમલો કરવા માટેનો આદેશ આપ્યો. તે રાત્રે ઇમામ હુસૈને તેમના સાથિઓને ભેગા કર્યા. ત્રણ દિવસના ભૂખ્યા,તરસ્યા કુનબા આખી રાત ઈબાદત કરતા રહ્યા.
આ રાત્રે (9 મોહર્રમની રાત) ઇસ્લામમાં શબે આશૂરના નામે ઓળખવામાં આવે છે. દસ મોહર્રમની સવારે ઇમામ હુસૈને તેમના સાથિઓની સાથે નમાઝ-એ ફર્ઝ અદા કર્યું. ઇમામ હુસૈનની તરફથી માત્ર 72 એવા લોકો હતાં જે યુદ્ધમાં જઇ શકતા હતાં. યઝીદનું લશ્કર અને ઇમામ હુસૈનના સાથિઓની વચ્ચે યુદ્ધ થયું, જેમાં ઇમામ હુસૈન તેમના સાથિઓની સાથે સત્યના રસ્તે ચાલીને શહીદ થઇ ગયાં અને આ રીતે કરબલાની વસ્તી 10 મોહર્રમે વિખેરાઇ ગઇ.
જાણો,કરબલામાં પહેલું શહીદ કોણ થયું?
ઇસ્લામી કેલેન્ડરનો પહેલો મહીનો મોહર્રમ ઇમામ હુસૈનની યાદ અપાવે છે. ઇમામ યુસૈને ખુદાનાં રસ્તે ચાલતાં અસત્ય સામે કરબલાનું યુદ્ધ કર્યું હતું, જેમાં ઇમામ હુસૈન તેમના સાથિઓની સાથે શહીદ થઇ ગયાં. આ લડાઇમાં સૌથી પહેલાં શહીદ થયા ઇમામ હુસૈનના છ મહિનાનો પુત્ર અલી અસગર.
જ્યારે યાઝીદી લશ્કરે કરબલાની વસ્તીની પાસે વહેતી ફુરાત નદી પર પહેરો લગાવી દીધો ત્યારે ઇમામ હુસૈનના સાથિઓ તથા પરિવારની પાણી વિના ખરાબ સ્થિતિ થઇ, પરંતુ તેઓએ સત્ય અને નેકીના રસ્તાને છોડ્યો નહીં.
ઇમામ હુસૈનના 6 મહિનાના પુત્ર અલી અસગરનો જ્યારે તરસથી ખરાબ હાલત થઇ ત્યારે અલી અસગરની માતા સય્યદા સબાબે ઇમામથી કહ્યું કે આ બાળકની તો કોઇ સાથે દુશ્મની નથી કચાદ તેને પાણી મળી જાય. જ્યારે ઇમામ હુસૈન બાળકને લઇને નિકળ્યા અને યાઝીદી લશ્કરને કહ્યું કે માત્ર આ બાળકને પાણી પીવા આપો.
ત્યારે જવાબમાં યાઝીદી લશ્કરના ફૌજી હરમલાએ આ 6 મહિનાના બાળકના ગળાનું નિશાન લગાવીને એવી રીતે તીર માર્યું કે હઝરત અલી અસગરને હળવું ચીરીને ઇમામ હુસૈનના હાથમાં જઇને વાગ્યું. બાળકે તેના પિતાના હાથમાં જ દેહ ત્યાગ કર્યો. ઇમામ હુસૈનની લશ્કરનો આ સૌથી નાનો અને પહેલો શહીદ હતો.
તાજિયાનું જુલૂસ કેમ કાઢવામાં આવે છે.
હજરત ઇમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવત ૪મા થયો હતો. નાના હજરત મોહંમદ સાહેબનો ખોળો ખૂંદી અત્યંત લાડકોડમાં ઊછરેલાં હજરત ઇમામ હુસેનની ઇબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. કરબલાના મેદાનમાં મોહરમ માસના પહેલા ચાંદથી જ હજરત ઇમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે ઘેરાઇ ગયા હતા. મોહરમ માસના ૭, ૮ અને ૯મા ચાંદે તો પાણીના એક એક બુંદ માટે નાના-મોટા સૌ તડપતા હતાં. ૯ અને ૧૦મા ચાંદ વચ્ચેની રાત તો કતલની રાત હતી. હિજરી સંવત ૬૧, ઇ.સ.૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ. ઇમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. સાથે જ, તાજિયાના જુલૂસમાં ઇમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.
યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પૂજારી સમા ઇમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા ત્યારે પણ હિંસાને રોકવા હજરત ઇમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,‘મને મારી નાખો, કેદ કરી લો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓને ન મારશો.’ પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાળ લશ્કર ઇમામ હુસેનના સાથીઓ પર છોડી મૂક્યું. ઇમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાઇમાં હજરત ઇમામ હુસેન ને ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાળ લશ્કરને ભારે પડયા. યઝદીએ પીછેહઠ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો. યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કત્લેઆમ શરૂ કરી. ત્યાં સુધી કે પ્રવચનમાં બેઠેલા હજરત ઇમામ હુસેનને પણ પીઠ પાછળથી ઘા કરી ઝખ્મી કર્યાં.
No comments:
Post a Comment