Friday, October 14, 2016

Tips to know who is your soul mate

કોણ છે તમારો સાચો સોલમેટ તે જાણવા માટે ધ્યાન રાખો આ 8 બાબતો!



લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જેવો લાઇફ પાર્ટનર જોઈતો હોય છે તેવો મળતો નથી, પરંતુ જો તમારો પાર્ટનર દિલથી એક સારી વ્યક્તિ હોય તો તેમને સોલમેટ બનતા વાર નથી લાગતી. એવું જરૂરી નથી કે સોલમેટ પતિ કે પત્ની જ હોય. પરિવારના કોઈ સભ્ય કે પછી કોઈ નજીકના મિત્ર પણ સોલમેટ બની શકે છે. સોલમેટ કોને કહી શકાય અને તેમાં કેવા ગુણો હોય તેના વિશે જાણીએ...

(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

સોલમેટ કોને કહી શકાય?
સોલમેટ એટલે આત્માનો સાથી. આ સંબંધનું કોઈ નામ હોવું જરૂરી નથી, પરંતુ તે સંબંધમાં લાગણી હોવી વધુ જરૂરી છે. જેમાં તમે બંને એકબીજા સાથે ખુશ રહેતાં હોવ અને એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવવો પસંદ કરતાં હોવ. સોલમેટ્સ ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલા હોય છે.
ફ્લેશબેક
જો તમારો પાર્ટનર જ તમારો સોલમેટ હોય તો ચાન્સીસ વધુ હોય છે કે તમારી પાછળની જિંદગીમાં તેમનો સાથ અને સહયોગ વધુ રહ્યો હોય. એટલે જ તમે આજે એકબીજા સાથે છો.

સોલમેટ કોઈ પણ હોઈ શકે

તમારી મમ્મી કે તમારો સૌથી નજીકનો મિત્ર, જે તમને બહુ સારી રીતે ઓળખતો હોય એ પણ તમારો સોલમેટ હોઈ શકે છે. તમે બંને એકબીજાનું દિલ દુખાવતા ન હોવ, માત્ર પ્રેમથી એકબીજાનો સાથ આપતા હોવ. એવું નથી કે તેમની વચ્ચે તકરાર કે ડિસ્ક્શન ન થતું હોય પરંતુ ત્યારબાદ પણ તેઓ સોલમેટ જ રહેતા હોય છે.

થોડી તકરાર છતાં સાથે જ

કોઈ પણ સંબંધો પરફેક્ટ નથી હોતા. દરેક સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. સોલમેટ્સના સંબંધોમાં પણ મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ તેમની વચ્ચે કોઈ ગેરસમજ નથી વિકસતી. તેઓ એકબીજાને દરેક પરિસ્થિતિમાં સમજે છે.


તમે બધી વાતો શેર કરો છો

તમારી કોઈ પણ જાતની મુશ્કેલી હોય, તમે તેમને જણાવતાં અચકાતા નથી. તેમની સાથે સંબંધોમાં ખટાશ આવવા છતાં તમે તેને દૂર કરી સાથે રહેવાનું જ પસંદ કરો છો.

સબ સે અલગ

દિમાગમાં દરેક સમયે તેમની યાદ આવવી સ્વાભાવિક છે. આવું પ્રેમમાં પણ થતું હોય છે, પરંતુ પ્રેમમાં આ ફીલિંગ માત્ર થોડા સમય સુધી જ રહે છે, જ્યારે સોલમેટ માટેની ફીલિંગ કાયમ એવી જ રહે છે.


સોલમેટ ટયુનિંગ
 
સોલમેટ્સ વચ્ચેનું ટયુનિંગ પણ એટલું જોરદાર હોય છે કે તેઓ એકબીજાને ફોન કરવા માટે પણ એક સાથે જ ફોન ઉપાડતાં હોય છે. તેમની સાથે તમે સુરક્ષિતતા અને સહજતા અનુભવી શકો. કોઈ પણ જાતના ડરવાળા વાતાવરણમાં તમે તેનો અહેસાસમાત્ર કરવાથી જ સ્ટ્રોંગ થઈ જાવ છો.
 
આંખે બોલતી હૈ
 
સોલમેટ્સ એકબીજા સાથે આંખોના ઈશારાથી જ વાતો કરી લેતા હોય છે. તેમને શબ્દોની જરૂર જ નથી પડતી, તેમની ખામોશી પણ તેમના સોલમેટને કારણ સહિત બધું જ જણાવી દે છે.


No comments:

Post a Comment