Sunday, October 16, 2016

5 Beauty Habbits You Should Practice Before Going To Bed

એક જ રાતમાં વાળ+ત્વચાની સમસ્યાઓ થશે ગાયબ, અજમાવો આ 5 ટિપ્સ


ભાગ-દોડવાળા જીવનમાં તમને ખૂબ જ ઓછો સમય મળે છે કે તમે સવારે-સવારે કોઇ બ્યુટી રૂટિન ફૉલો કરો. સવારે નહીં તો રાત્રે તમે થોડો સમય કાઢીને તમારી સ્કિનને યોગ્ય કૅર આપી શકો છો.

સ્ટડીઝ અનુસાર, જ્યારે તમે સૂવો છો ત્યારે આખો દિવસ સ્કિન અને વાળમાં થયેલા ડેમેજ રિપેર થાય છે. આ ડેમેજથી બચવા માટે તમે નાઇટ ક્રિમ્સ તો ઘણીવાર ઉપયોગ કરી હશે. પરંતુ કેટલીક ચીજો એવી છે જેને તમે નજરઅંદાજ નથી કરી શકતા. તો તમે પણ જાણો આ ટિપ્સ વિશે જેને રાત્રે તમે ફૉલો કરીને સવારે મેળવી શકો છો જેને આખી રાત ફૉલો કરીને સવારે મેળવી શકો છો આખા દિવસની સુંદરતા. 









મોઇશ્ચરાઇઝર છે જરૂરી 
સવારે ઉતાવળમાં તમે કદાચ મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલી જતા હશો. તમારી આ નાનકડી ભૂલ તમારી સ્કિનને ભારે પડી શકે છે. આ માટે રાત્રે સૂતા પહેલાં હાથ, પગ અને કોણી પર યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝર લગાવો. બોડીના આ હિસ્સાને સૌથી વધારે મોઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. આનાથી તમને ક્યારેય ડ્રાય સ્કિનની પરેશાની નહીં થાય.


હાથ, પગ અને કોણી પર યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરો



ફેસ માસ્ક 
સૂતા પહેલાં ફેસ માસ્ક? આ સાંભળીને થોડું અજીબ લાગશે પરંતુ તમારી સ્કિનને ઘૂળ-ગંદકી અને કોઇ પણ પ્રકારના ડેમેજથી બચાવવા માટે તે જરૂરી છે. સૂતા પહેલાં 1થી 2 ગ્રીન ટી બેગ્સને પાણીમાં ઉકાળી લો અને ઠંડું થયા બાદ પાણીમાં સમાન માત્રામાં બટાટાંનો રસ (રસ કાઢવા માટે બટાટાંને છીણીને ક્રશ કરી લો અને તેને એક પાતળા લિનેન કપડાંમાં ડૂબાડીને દબાવો) મેળવો. આનાથી તમને ક્લિયર ફેસ માસ્ક મળશે, જેને કોટન બોલથી તમારાં ચહેરા પર લગવો અને સવારે ધોઇ લો.


1-2 ગ્રીન ટી બેગ્સને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડું થયા બાદ આ પાણીમાં સમાન માત્રામાં બટાટાંનો રસ કોટન બોલથી તમારાં ચહેરા પર લગાવો, સવારે ધોઇ લો.



હોમમેડ કન્ડિશનર
સ્કિનની સાથે-સાથે તમારાં વાળને પણ દેખભાળની જરૂર પડે છે. જેમ કે, સવારે તમારી પાસે એટલો સમય નથી રહેતો કે કન્ડિશનર લગાવીને અમુક કલાક સુધી બેસી શકો. તેથી હેલ્ધી વાળ માટે સૂતા પહેલાં હેર માસ્કની મદદ લો. હેર માસ્ક માટે દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરીને તમારાં સ્કાલ્પ પર લગાવીને સૂઇ જાવ. સવારે ધોઇ લો, જો તમારાં વાળ લાંબા અને સાથે ડ્રાય હોય તો દૂધને બદલે મિલ્ક ક્રિમનો ઉપયોગ કરો. તમે ઇચ્છો તો કેળાં અને દહીંથી બનેલા હેર માસ્ક પણ ઉપયોગ કરી શકો છો. બંનેને મિક્સ કરીને તમારાં સ્કાલ્પ પર લગાવો. આનાથી તમને ડેન્ડ્રફથી છૂટકારો મળશે.


દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવીને સૂઇ જાવ. સવારે ધોઇ લો, કેળું અને દહીંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો




જો તમે સ્ટ્રેટ વાળને કર્લી લુક આપવા ઇચ્છો છો અને સવારે એટલો સમય નથી રહેતો કે કલાક સમય આપીને કર્લી લુક આપો, તો આ લુક રાત્રે તમે સરળતાથી મેળવી શકો છો. બસ સૂતા પહેલાં વાળને નાના નાના હિસ્સામાં વહેંચીને તેમાં 4-5 રેગ્યુલર બ્રેડ્સ બનાવો અથવા નાના નાના બન્સ લગાવીને બોબી પિન્સથી ફિક્સ કરી લો. સવારે જ્યારે તમે તેને ખોલશો તો તમારાં વાળ કોઇ પણ મહેનત વગર કર્લી બનશે.

કર્લી હેર જોઇએ છે? તો અજમાવો આ ટિપ્સ



સફેદ દાંત 
સવારે ઉતાવળમાં તમે દાંતની યોગ્ય દરકાર નથી કરી સકતા. જો તમે પણ મોતી જેવા સફેદ દાંત મેળવવા ઇચ્છો છો તો બસ સૂતા પહેલાં એક સરળ ટ્રિક અપનાવો. 1/4 ચમચી હળદર પાઉડર અને 1/8 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને ટૂથબ્રશથી દાંત સાફ કરો. તેને 2થી 3 મિનિટ સુધી દાંત પર એમ જ લગાવીને રાખો અને પછી ધોઇ લો. હળદરથી તમારાં દાંત પીળા નહીં પણ સાફ દેખાશે.


1/4 ચમચી હળદર પાઉડર અને 1/8 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી તમારાં દાંત સાફ કરો



No comments:

Post a Comment