Sunday, October 16, 2016

Try Tulsi To Get Beautiful Skin And Hair Too

ચહેરાના ડાઘ કે ખરતાં વાળની સમસ્યા દૂર કરશે ઘરઆંગણે ઉગતો આ છોડ



બિમારીઓને દૂર રાખતી તુલસીના અનેક બ્યુટી ફાયદાઓ પણ છે

તુલસીની ચા તમે પીતા હશો, શરદી-ખાંસીની બિમારીઓમાં તુલસીના ઉકાળાએ પણ તમને રાહત આપી હશે. દરેકના ઘરઆંગણે ઉગતી તુલસી બિમારીઓ દૂર કરવા સિવાય તમારી બ્યુટી સમસ્યાઓમાં પણ એટલી જ અસરકારક છે. ખીલ, બ્લેકહેડ્સ અને ખરતાં વાળની સમસ્યાઓમાંથી રાહત અપાવવાની સાથે સાથે તુલસી તમને સુંદર અને બેદાગ સ્કિન પણ આપે છે. તુલસી એક મેડિકેટેડ છોડ છે. જેનાથી સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચાને પણ ફાયદો થાય છે. તો હવે, તુલસીના છોડથી બિમારીઓ જ નહીં, વાળ અને સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓને પણ કરો દૂર.


તમારી જરૂરીયાતના હિસાબે સમાન માત્રામાં આંબળા, તુસલીનું પેસ્ટ (થોડીવાર તુલસીના પાનને પલાળો, પીસીને અથવા બ્લેન્ડરમાં પીસીને તેની પેસ્ટ તૈયાર કરો) અને 1 ચમચી નારિયેળ મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. આવું અઠવાડિયામાં એકવાર કરો.



અમુક તુલસીના પાનની પેસ્ટ બનાવી લો અને તેમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15થી 20 મિનિટ બાદ તેને ધોઇ લો.


તુલસીના પાનની પેસ્ટ અને ટમાટરની પેસ્ટ મિક્સ કરીને ડાઘવાળી જગ્યાએ લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આવું અઠવાડિયામાં 2થી 3 વાર કરો.



તુલસીના પાનની પેસ્ટ અને દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં આવું 2 વાર કરો અને મેળવો ગ્લોઇંગ સ્કિન.


અઠવાડિયામાં બે વાર 9થી 10 તુલસી અને 5થી 7 લીમડાના પાનની પેસ્ટ બનાવી લો. તેમાં થોડો ચંદન પાઉડર અને ગુલાબજળ મિક્સ કરીને ખીલવાળી જગ્યાએ લગાવો. થોડીવાર બાદ તેને ધોઇ લો.


પલાળેલા તુલસીના પાનને અફેક્ટેડ એરિયા પર લગાવો. 5 મિનિટ બાદ ચહેરો ધોઇ લો. અમુક દિવસો સુધી દરરોજ આવું કરો.

All Photos: Shutterstock

No comments:

Post a Comment