ચીનઃ જોખમી પહાડી રસ્તા પર સ્પીડનો રેકોર્ડ; 63 કિમી પ્રતિ કલાકની ઝડપ
બીજિંગઃ ઇટાલીના ટોપ રેસર ફેબિયો બારોને ચીનના સૌથી ખતરનાક પહાડી રસ્તા પર સૌથી વધુ ઝડપે કાર ચલાવવાનો નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે 11.3 કિ.મી.નું અંતર 10 મિનિટ 31 સેકન્ડમાં કાપ્યું. તેમની સરેરાશ ઝડપ 63 કિ.મી. રહી. આ દરમિયાન તેમણે 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે કાર લાવી. આ રસ્તામાં કુલ 99 જોખમી વળાંક છે. તેમાંથી કેટલાક તો 90 અંશના ખૂણે છે. ચીનના હુન્નાન તિઆનમોન પહાડ પર આવેલો આ રસ્તો બનાવતાં 8 વર્ષ લાગ્યા હતા.
કારનું વજન 90 કિલો ઘટાડ્યું
બારોને તેમની ફેરારી કારમાં કેટલાક ફેરફાર કર્યા હતા. કારની સ્ટીલ બૉડીને કાર્બન ફાઇબરમાં ફેરવી હતી. તેના કારણે કારનું વજન 90 કિલો જેટલું ઘટી ગયું.
No comments:
Post a Comment