અરેન્જ્ડ મેરેજમાં પુરૂષો રાખે છે મહિલાઓ પાસેથી આ ખાસ 7 પ્રકારની ડિમાન્ડ
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પુરૂષો ભલે અફેર અને રોમાન્સ માટે સ્ટાઇલિશ, મોડર્ન, હાજર જવાબી અને સુંદર મહિલાઓની ઈચ્છા રાખતા હોય, પરંતુ વાત જ્યારે લગ્નની આવે ત્યારે તેમને સીધી, સિમ્પલ, ઓછું બોલવાવાળી અને સંસ્કારી મહિલાઓ જ પસંદ હોય છે. આ બેસિક વસ્તુઓના સિવાય પુરૂષો અરેન્જ્ડ મેરેજ થવા પર અન્ય કઈ-કઈ વસ્તુઓની ઈચ્છા રાખે છે, આજે તેના વિશે જાણીએ...
પરફેક્શન
પુરૂષો, મહિલાઓની દરેક વસ્તુમાં પરફેક્શનની ઈચ્છતા ધરાવતા હોય છે. તેમના કપડાંથી લઈને હેરસ્ટાઇલ અને પગની નેઇલ પોલિશ સુધી બધી જ વસ્તુઓ પરફેક્ટ હોવી જોઈએ. કૉન્ફિડેંટ અને સ્માર્ટ મહિલાઓ કાયમ જ પુરૂષોની નબળાઈ રહી છે. મહિલાઓનું બ્રાન્ડ કોન્સિયશ હોવું, પુરૂષોને પોતાના માટે એક સારી કંપની મળવાના સમાન હોય છે.
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
પઝેસિવ હોવું
પુરૂષો માટે ક્રેઝી હોવું, પોતાની દરેક પળને તેમની સાથે વિચારવું, તેને જીવવું અને ખાસ કરીને કોઈ અન્ય મહિલાની સાથે જોઈને રિસાઈ જવું. મહિલાઓની આ આદતથી મોટાભાગના પુરૂષો ખીજાય જાય છે, પરંતુ 80 ટકા પુરૂષો તેમની આ જ અદાઓ ઉપર ફિદા પણ હોય છે.
સિંગલ રહેવું
મહિલાઓના મુખથી સિંગલ રહેવાની વાત સાંભળવી પુરૂષોને ખૂબ સારી લાગે છે. અરેન્જ્ડ મેરેજમાં જ્યારે મહિલાઓ, પુરૂષોને એવું કહે છે કે તેઓ તાઉમ્ર સિંગલ રહેવા ઈચ્છે છે, પરંતુ માત્ર પોતાના માતા-પિતાની ખુશી અને ઈચ્છા માટે તમને મળી રહી છે તો ખરેખર આવું કહીને તમે તે પુરૂષને પોતાનો દીવાનો બનાવી રહ્યા છો.
ઊંચા-ઊંચા સપના
લગ્નને લઈને કેટલાય પ્રકારના સપના જોવા જેમ કે પહેલી મુલાકાત દરમિયાન થયેલી વાતચીત, લગ્ન માટે અલગ પ્લાનિંગ અને લગ્ન પછી ફ્યૂચર લાઇફ ડિસકસ કરવી પણ પુરૂષોને ઇમ્પ્રેસ કરવાની એક સારી ટ્રિક હોઈ શકે છે. તેઓ માત્ર તમારી આ વાતોની પ્રશંસા જ નથી કરતા બલકે તેમને તમારી આ વાતથી ઘણા અંશે તમારા વિચારોની પણ જાણ થઈ જાય છે.
રૂલ્સ ફોલો કરવા
સવારે ઊઠવાથી લઈને રાતના સૂવા સુધી બધી વસ્તુઓ નક્કી સમય પર અને એક યોગ્ય રીતે કરવી પુરૂષોને ખૂબ પસંદ આવે છે. પુરૂષોની સાથે સાફ-સફાઈ, રૂલ્સ-રેગુલેશનને લઈને ઘણી સમસ્યાઓ રહે છે ત્યારે જો કોઈ મહિલા પોતાની બધી વસ્તુઓને મેનેજ કરીને રહેતી હોય તો તેમને એવું મહેસુસ થવા લાગે છે કે સામેવાળી મહિલા જે પોતાની વસ્તુઓને આટલી સારી રીતે મેનેજ કરી શકે છે તો તેમને પણ ખૂબ સારી રીતે સંભાળી શકશે.
સવાલ-જવાબનો સિલસિલો
અરેન્જ્ડ મેરેજ દરમિયાન થવાવળી પહેલી મુલાકાતને લઈને પુરૂષો જેટલા એક્સાઇટેડ રહે છે એટલી જ મહિલાઓ નર્વસ. પોતાની આ નર્વસનેસને દૂર કરવા માટે તેમણે સવાલ-જવાબની એક લાંબી લિસ્ટ તૈયાર કરી હોય છે. જે ક્યારેક ખૂબ હાસ્યાસ્પદ હોય છે તો ક્યારેક વિચિત્ર. જોકે, તેમનો આ અંદાજ પુરૂષોને આકર્ષિત જ કરે છે.
સંસ્કારી અને આદર્શ વહુ
પુરૂષો લગ્ન માટે કાયમ જ આદર્શ અને સંસ્કારી વહુની જ ઈચ્છા રાખતા હોય છે જે તેમના માતા-પિતાની સારસંભાળ કરી શકે, તેમના માટે સારી રસોઈ કરી શકે. ઘરની તમામ જવાબદારીઓ બખૂબી નિભાવવાની સાથે બહારની પણ જવાબદારીઓ સંભાળી શકે. કહી શકો છો કે તેમને સંપૂર્ણ પરિવારને એક સાથે બાંધીને રાખી શકે તેવી પત્ની પસંદ હોય છે.
No comments:
Post a Comment